Corona Virus: મહારાષ્ટ્રના આ શહેરમાં ફરીથી લાગ્યું લોકડાઉન, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના (Corona Virus) ના વધતા કેસ જોતા આખરે સોથી વધુ પ્રભાવિત યવતમાલ જિલ્લામાં ફરીથી લોકડાઉન (Lockdown) લગાવવાની જાહેરાત કરાઈ છે.

Corona Virus: મહારાષ્ટ્રના આ શહેરમાં ફરીથી લાગ્યું લોકડાઉન, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

યવતમાલ: મહારાષ્ટ્ર (Maharashtra) માં કોરોના (Corona Virus) ના વધતા કેસ જોતા આખરે સોથી વધુ પ્રભાવિત યવતમાલ જિલ્લામાં ફરીથી લોકડાઉન (Lockdown) લગાવવાની જાહેરાત કરાઈ છે. હવે જિલ્લામાં 28 ફેબ્રુઆરી સુધી લોકડાઉન રહેશે. યવતમાલ જિલ્લા પ્રશાસને ગુરુવાર રાતથી દસ દિવસ માટે આ આદેશ જાહેર કર્યો છે. યવતમાલ (Yavatmal) માં કોરોના દર્દીઓની સંખ્યા ખુબ વધી રહી છે. જિલ્લામાં ડિસેમ્બર મહિનાથી લઈને 29 જાન્યુઆરી સુધીમાં 25 દર્દીઓના મોત થયા હતા પરંતુ ફેબ્રુઆરી મહિનામાં આ આંકડો ઘણો વધી ચૂક્યો છે. આ બાજુ અમરાવતી જિલ્લામાં પણ કોરોનાના પગલે આકરા પગલાં લેવાયા છે. સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 13,193 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,09,63,394 પર પહોંચ્યો છે.

અમરાવતીમાં શનિવારથી સોમવાર સુધી જનતા કર્ફ્યૂ
મહારાષ્ટ્ર (Maharashtra) ના અમરાવતી જિલ્લામાં શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 8 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન સમગ્ર અમરાવતી જિલ્લામાં મેડિકલ અને જરૂરી સેવાઓને છોડીને બધુ બંધ રહેશે. અમરાવતીના ક્લેક્ટર શૈલેશ નવાલે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 

— Press Trust of India (@PTI_News) February 18, 2021

યવતમાલ, અમરાવતીમાં વધ્યા છે કેસ
અત્રે જણાવવાનું કે યવતમાલ, અમરાવતી અને અકોલામાં કોરોના સંક્રમણ છેલ્લા કેટલાક દિવસથી ખુબ વધ્યું છે. યવતમાલ, પંઢરકવડા અને પુસદમાં કોરોના દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. આ ત્રણ જગ્યા પર પ્રતિદિન 500ની આસપાસ દર્દીઓ આવી રહ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં વધતા મોતના આંકડાને જોતા ડીન પાસે ડેથ ઓડિટ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાથી થતા મોતના ઓડિટ રિપોર્ટને રજુ કરવાનું કહેવાયું છે. જિલ્લા અધિકારીએ જણાવ્યું કે હાઈ રિસ્ક અને  લો રિસ્ક એરિયા મુજબ શહેરમાં લોકડાઉન (Lockdown)  લગાવવામાં આવ્યું છે. 

Total cases: 1,09,63,394
Total discharges: 1,06,67,741
Death toll: 1,56,111
Active cases: 1,39,542

Total Vaccination: 1,01,88,007 pic.twitter.com/PKpbZPleMn

— ANI (@ANI) February 19, 2021

દેશમાં કોરોનાના નવા 13,193 દર્દીઓ
સમગ્ર દેશની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 13,193 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,09,63,394 પર પહોંચ્યો છે. જેમાંથી 1,39,542 લોકો હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 1,06,67,741 લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 97 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો 1,56,111 પર પહોંચ્યો છે. દેશમાં ચાલતા રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,01,88,007 લોકોને રસી અપાઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news